રાજ્યના કડાણા ડેમના 48 વર્ષ બાદ 9 દરવાજા બદલવાની કામગીરી સિંચાઇ વિભાગ દ્વારા હાથ ધરાશે
Live TV
-
રાજ્યના મહત્ત્વના ડેમ કડાણાના 48 વર્ષ બાદ 9 દરવાજા બદલવાની કામગીરી સિંચાઇ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. સિંચાઇ વિભાગ દ્વારા પ્રથમ તબક્કામાં પહેલાં વર્ષમાં 2 ગેટ બદલવાનું શરૂ કરાયું છે. ત્યારબાદ બીજા બે વર્ષમાં બાકી રહેલા અન્ય ગેટ બદલવામાં આવશે. જે માટે અંદાજીત 18.34 કરોડનો ખર્ચે થશે. નવા ગેઇટની ઊંચાઈ 51 ફુટ અને પહોળાઇ 48.5 મીટર છે. જેનું વજન 120 મેટ્રિક ટન થવા જાય છે. હાલમાં ક્રેન દ્વારા ગેટને બેસાડવાની કામગીરી પૂર જોશમાં શરૂ કરી દેવામાં આવી છે. જેને ચોમાસા પૂર્વેકામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.