મંદિરેથી સીધા મતદાન મથકે: યુવાઓના ઉત્સાહને ઝાંખો પાડે તેવા ઉત્સાહ સાથે મતદાન કરતા ૯૬ વર્ષીય કંચનબેન વિરમગામી
Live TV
-
“ચાંદા તારા અજવાળા આખા દેશમાં રે.. નાણા મળશે પણ આવું ટાણું નહિ મળે રે..મારી બેની આવું ટાણું નહિ મળે રે..” મતદારોને મતદાન માટે અપીલ કરતા આ શબ્દો છે ૯૬ વર્ષીય કંચનબેન વિરમગામીના.
મતદાન પ્રત્યે યુવાઓના ઉત્સાહને ઝાંખો પાડે તેવો ઉત્સાહ સાથે તેમણે મંદિરે પૂજા પાઠ કર્યા બાદ સીધા જ મતદાન મથકે પહોંચી જઈ મતદાનની પવિત્ર ફરજ નિભાવી હતી. કંચનબેન ૦૯- સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૨- વઢવાણ વિધાનસભા મત વિસ્તારમાં આવેલા બુથ નં. ૧૧૫ સુરેન્દ્રનગર-૬૫ના મતદાર છે. લોકશાહીના આ અવસરે મતદાન કરવું અત્યંત આવશ્યક છે. દરેક મતદાર પોતાનો કિંમતી મત આપે એ જરૂરી છે એમ માનીને તેમણે સર્વે મહિલાઓને ગાયન દ્વારા અનોખા અંદાજમાં અવશ્ય મતદાન કરવા સંદેશ આપ્યો હતો. આવા જ જાગૃત મતદારોથી ભારતની લોકશાહી સશક્ત છે.