Skip to main content
Settings Settings for Dark

મહિસાગરના કડાણા ડેમના 3 દરવાજા ખોલાયા

Live TV

X
  • મહિસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે કડાણા ડેમના જળસ્તરમાં વધારો થયો છે. જિલ્લામાં સારા વરસાદ ઉપરાંત ઉપરવાસમાંથી પાણીની આવકને કારણે, ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ત્રણ ગેટ ખોલવામાં આવ્યા છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદની વાત કરીએ, તો બાલાસિનોર તાલુકામાં 18 મિલિમીટર અને સીઝનનો 83.11 ટકા, લુણાવાડા તાલુકામાં 12 મિલિમીટર અને સીઝનનો 72.72 ટકા, જ્યારે વીરપુર તાલુકામાં 11 મિલિમીટર અને સીઝનનો 70.43 વરસાદ નોંધાયો છે. તો સંતરામપુરમાં 10 મિલિમીટર, કડાણામાં 5 મિલિમીટર અને ખાનપુરમાં 3 મિલિમીટર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સારા વરસાદને પગલે કડાણા ડેમનું જળસ્તર 416.11 ફુટે પહોંચ્યું છે, જે સપ્ટેમ્બર મહિનામાં રૂલ લેવલ 416.2 કરતાં 9 ઈંચ વધારે છે. ડેમમાં 31 હજાર 300 ક્યુસેક પાણીની આવક સતત થઈ રહી છે, જ્યારે 14 હજાર 800 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. તો 60 મેગાવોટના 4 પાવર હાઉસ પણ કાર્યરત થઈ ગયા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply