મોરબીમાં જાગૃત મહિલા વૃંદ દ્વારા વુમન બિઝનેસ મેળાનું આયોજન
Live TV
-
મહિલાઓ દ્વારા તૈયાર કરાતી વસ્તુઓનુ વેચાણ અને પ્રદર્શન, છ લાખનો વેપાર થતા આનંદ
મોરબીમાં મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલ ખાતે જાગૃત મહિલા વૃંદ દ્વારા વુમન બિઝનેસ મેલાનું આયોજન કરવામાં આવ્યુ હતુ..જે અંતર્ગત મહિલાઓએ પોતે બનાવેલી હોમ પ્રોડક્ટને રજૂ કરી અન્ય બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવે છે..મહત્વનુ છે કે ગૃહઉદ્યોગ અને અવનવી હોમ પ્રોડક્ટ, જીવનજરુરી ચીજો , વસ્ત્રો સહિત ખાણી પીણીની વસ્તુઓ અને રક્ષાબંધન, દિવાળી જેવા તહેવારો દરમિયાન આ વુમન બિઝનેસ મેળાનું આયોજન થાય છે..ગત વર્ષે જાગૃત મહિલા ગ્રુપ દ્વારા 35 સ્ટોલ દ્વારા રૂપિયા 3.75 લાખના વ્યાપાર સામે આ વર્ષે યોજાયેલા બિઝનેસ મેળામાં છ લાખનો વેપાર થતા મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.