કૃષિ મંત્રી આર.સી.ફળદુએ કચ્છના સરહદી એવા તીડ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
Live TV
-
તીડના વધતા પ્રમાણને અટકાવવા તમામ પ્રયાસો કરીશુ - આર.સી.ફળદુ
કચ્છના સરહદી વિસ્તારમાં પાકિસ્તાનથી આવેલા તીડના ઝુંડના આક્રમણને લઈને કૃષિ મંત્રી આર.સી.ફળદુએ કચ્છના સરહદી એવા તીડ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. કચ્છના ખેતરોમાં તીડના વધતા આક્રમણને રોકવાના હાથ ધરાયેલા પ્રયાસોનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ સાથે હાલની સ્થિતિની સમીક્ષા કરીને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા તીડને નિયંત્રણ કરવા માટેની દવા વિતરણ કરાઇ રહી છે અને તીડના વધતા પ્રમાણને અટકવવા તમામ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. આ સાથે જ ખેડૂતોના પાક વીમાની બાકી રહેલી રકમ બાબતે કૃષિ મંત્રી જણાવ્યું હતું કે ભારત સરકારે AIC પાક વીમા કંપનીને સૂચના આપી છે કે ટૂંક સમયમાં ખેડૂતોના બાકી રહેલા પાક વીમાના નાણાં ચૂકવી આપો.