વિવિધ વેરાઈટીના ફટકાડાઓએ બજારમાં મચાવી ધૂમ
Live TV
-
શહેરના અલગ અલગ વિસ્તારમાં ફટાકડાના સ્ટોલ ખુલ્યા
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેરના અલગ-અલગ વિસ્તારમાં ફટાકડાના સ્ટોલ ખૂલી ગયા છે. આ વર્ષે નવી નવી જાતની ફટાકડાની વેરાઇટી બજારમાં આવી ગઈ છે. જોકે ફટાકડાના ભાવમાં 12 થી 15 ટકા વધારો થયો છે. હાલ બજારમાં પ રૂપિયાથી શરૂ થઇને 6000 રૂપિયા સુધીના ફટાકડા વેચાઇ રહ્યા છે. 500 થી વધુ વેરાઈટીના ફટાકડા હાલ બજારમાં મળી રહ્યાં છે. જેમાં બાળકોમાં કલર સાવલ, મેજિક બોનાન્ઝા, જાદુઈ તળાફળી, દસ કલર પેન્સિલ, સુમો બોક્સ જમીન ચક્કર, ભંભુ, ફૂલઝડી અને રોકેટ ફેવિરટ રહ્યાં છે. બાળકો વધુ પડતાં આ વરાઈટીના જ ફટાકડાની પસંદગી કરે છે તો યુવાનોમાં સૂતરી બૉમ્બ, વિક્ટર બોમ્બ, વોલ્વો બોમ્બ, કમાન્ડર બોમ્બ, 240 શોટ, 500 શોટ, 1000 શોટના ફટાકડાએ આકર્ષણ જગાવ્યું છે. આ વર્ષે આકાશી બોમ્બ, મ્યુઝિકલ આકાશી બોમ્બ, નવી વેરાઇટીના ફટાકડા 50 રૂપિયાથી લઈને રૂ. 5000થી 8000 સુધીના ભાવે બજારમાં વેચાઈ રહ્યા છે. તેમજ આ વર્ષે બાળકો માટે અવાજ વગરની વેરાઇટી પણ માર્કેટમાં આવી ગઈ છે, જેથી બાળકોને કોઈ નુકસાન ન થાય.