સારંગપુર હનુમાનજી મંદિર ખાતે 171માં પાટોત્સવની ભવ્ય ઉજવણી
Live TV
-
પરમ પૂજ્ય ધર્મ 1008 આચાર્ય રાકેશ પ્રસાદ ખાસ ઊપસ્થિત રહ્યા હતા
કષ્ટભંજન હનુમાન મંદિર એટલે ભાવનગરમાં આવેલુ સારંગપુર હનુમાનજી નુ પ્રાચીન મંદિર. શનિવારના દિવસે સારંગપુર મંદિર ખાતે 171માં પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પરમ પૂજ્ય ધર્મ 1008 આચાર્ય રાકેશ પ્રસાદ ખાસ ઊપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે દાદા ની છડી નો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારે અહીં મોટી સંખ્યા હાજર રહેલા ભાવિક ભક્તો તેમજ અન્ય સંતો એ પણ આ અભિષેકના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો બીજી તરફ પાટોત્સવના દિવસે જ, છેલ્લા 10 મહિના થી બનતો વિશાળ પ્રવેશદ્વાર ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે આચાર્ય શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી,રાકેશ પ્રસાદ સહિત ઉર્જામંત્રી સૌરભ પટેલ , દિલીપદાસ જી મહારાજ સહિત અનેક સંતો ઉપસ્થિત રહ્યા હતા.