વલસાડમાં 108 એમ્બ્યુલન્સ સેવાને 11 વર્ષ પૂર્ણ
Live TV
-
નવી અદ્યતન સુવિધા સાથેની સાત 108 એમ્બ્યુલન્સ અને 1 ખિલખિલાટ એમ્બ્યુલન્સ અપાઈ
વલસાડ જિલ્લામાં જનતાને ઉપયોગી બનેલી 108 એમ્બ્યુલન્સ સેવાને 11 વર્ષ પૂરા થયા છે. ત્યારે તંત્ર દ્વારા જિલ્લાને જૂની 108 એમ્બ્યુલન્સ વાનને રિપ્લેસ કરીને તેના સ્થાને નવી અદ્યતન સુવિધા સાથેની સાત 108 એમ્બ્યુલન્સ અને 1 ખિલખિલાટ એમ્બ્યુલન્સ અપાઈ છે. વલસાડ જિલ્લામાં 2008થી 108 એમ્બ્યુલન્સ સેવાની શરૂઆત કરાઈ છે. આ 11 વર્ષમાં 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા 2,45,612 કેસોને હેન્ડલ કરીને દર્દી- ભોગ બનનારને નજીકની હોસ્પિટલોમાં ખસેડાયા છે. જયારે રોડ અકસ્માતના કેસોમાં 24,805 લોકોના જીવ બચાવવામાં આ સેવા આશીર્વાદ રૂપ સાબિત થઇ છે. તંત્ર દ્વારા ફાળવાયેલી આ નવી અદ્યતન સુવિધાઓ સાથેની 108 એમ્બ્યુલન્સ વાનને જિલ્લા કલેક્ટર સી.આર. ખરસાણ અને જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાયું હતું. જ્યારે બાકી રહેલી 108 એમ્બ્યુલન્સોને પણ તબક્કા વાર રિપ્લેસ કરીને તેના સ્થાને નવી અદ્યતન એમ્બ્યુલન્સ અપાશે.