સિંહ પ્રેમીઓ અને જંગલના શોખીનો માટે સારા સમાચાર
Live TV
-
4 મહિના સુધી બંધ રહેલું ગીરનું જંગલ સહેલાણીઓ માટે ખુલ્યું
સિંહ પ્રેમિઓ અને જંગલના શોખીનો માટે સારા સમાચાર છે. ગત તા. ૧૫ જૂન થી ૧5 ઓક્ટોબર દરમિયાન ચાર મહિના સુધી બંધ રહેલું ગીરનું જંગલ ગઇકાલથી ફરી સહેલાણીઓ માટે ખુલી ગયું છે. આજે નાયબ વન સંરક્ષક ડૉ. મોહન રામે લીલી ઝંડી બતાવીને સફારી જિપ્સીને જંગલમાં રવાના કરી હતી. વન વિભાગ દ્વારા આ વખતે જંગલમાં પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. જો કે પર્યટકોને વન વિભાગ તરફથી પાણીની બોટલો આપવામાં આવશે. આ વર્ષે ચોમાસામાં સારા અને પૂરતા વરસાદના કારણે નદી-નાળા ઝરણાઓ છલકાઈ ઉઠ્યા છે, જેના કારણે સોળે કળાએ ખીલી ઉઠેલી પ્રકૃતિ જોવાનો લહાવો પર્યટકોને મળશે. પર્યટકોની સુવિધા માટે વન વિભાગ દ્વારા વેબ સાઈટ અને ઓન લાઈન બુકિંગને કયું આર કોડથી સજ્જ કરાયા છે.