આણંદ - જિલ્લા કક્ષાનો દિવ્યાંગો માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભ-2019 યોજાયો
Live TV
-
દિવ્યાંગોને વોલીબોલ, બાસ્કેટ બોલ, બેડમિન્ટન, સાયક્લિંગ તથા દોડ જેવી અલગ અલગ રમતો રમાડવામાં આવી હતી
આણંદના કરમસદ ગામે આવેલ કે.એમ પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફીઝીયોથેરાપી ખાતે જિલ્લા કક્ષાનો દિવ્યાંગો માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભ-2019 યોજાયો હતો. રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ પ્રેરિત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્પેશિયલ ઓલિમ્પિક્સ આણંદ શાખાનાં સહયોગથી આ મહાકુંભ યોજાયો હતો. દિવ્યાંગોને વોલીબોલ, બાસ્કેટ બોલ, બેડમિન્ટન, સાયક્લિંગ તથા દોડ જેવી અલગ અલગ રમતો રમાડવામાં આવી હતી. જેમા 275 ખેલાડીઓએ ભાગ લીધો હતો. અલગ અલગ વયમર્યાદા પ્રમાણે રમતો રાખવામાં આવી હતી.