દાહોદ ડોકટર્સ એસોસિએશન ઘ્વારા રંગ કસુંબલ હસાયરોનું આયોજન
Live TV
-
સાહિત્યકાર સાંઈરામ દવેએ દિકરીના મહત્વ વિશે સુંદર વાતો કહી
દાહોદ ડોકટર્સ એસોસિએશન ઘ્વારા રંગ કસુંબલ હસાયરોનું આયોજન કરવામાં આવ્યું..આ આયોજન દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટ 2 ઇન્દોર હાઈવે ઉપર થયું હતું ..આ કાર્યક્રમના મુખ્ય કલાકાર સાઈરેમ દવે હતા અને મુખ્ય મહેમાન તરીકે સાંસદ જસવંતસિંહ ભાભોર પણ ઉપસ્થિત રહ્યા.. કાર્યક્રમ ની શરૂઆતમાં દાહોદના સાંસદ જસવંતસિંહ નું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મંચસ્ત મહાનુભાવો નું પણ સ્વાગત કરવામાં આવ્યું..જસવંતસિંહ ભાભોરે સ્વાગત પ્રવચન કરી ઇલેક્શનમાં તેમને સહકાર આપ્યા બદલ ડોકટરોનો આભાર માન્યો હતો.... કાર્યક્રમનો મુખ્ય હેતુ બેટી બચાઓ બેટી પઢાઓ નો સંદેશ સમાજમાં છેવાડા ના માનવી સુધી પહોંચાડવાનો હતો નરેન્દ્રભાઈ એ અમલમાં મુકેલી બેટી બચાઓ બેટી પઢાઓ ની યોજના ની પ્રશંશા કરી પ્રચાર કર્યો હતો...સ્વાગત પ્રવચન બાદ દીપ પ્રાગટય કરવામાં આવ્યું ત્યાર પછી સાંઈરામ દવે એ ગણપતિ વંદનાથી કાર્યક્રમ શરૂ કર્યો હતો અને બેટી બચાઓ બેટી પઢાઓ ઉપર જણાવ્યું હતું કે આમાં સરકાર કાઈ ના કરી શકે આવા કામો માટે સમાજે આગળ આવુજ પડે અને પહેલ કરવી પડે, તેઓ એ પોતાની આગવી સ્ટાઇલમાં ડોકટરો ઉપર પણ વ્યંગ કરી પોતાના હાસ્ય રસ પીરસીને સાંઈ રામે દાહોદના લોકોને પેટ પકડી ને હસાવ્યા હતા અને દીકરીની વાતો કરી લોકોની આંખોમાં આંસુ પણ લાવી દીધા હતા..પોતાની અદભુત હાસ્ય વાકશક્તિ થી દાહોદ ના સાંસદ જસવંતસિંહ ભાભોર , કલેકટર વિજય ખરાડી અને S P હિતેશ જોઇસર તેમજ ડોકટરો ને ખિલખિલાટ હસવી દીધા હતા ભજનો અને ગરબા સાથે સુંદર ગાયકી સાથે વિમાલભાઈએ સાંઈરામ દવે નો સુંદર સાથ નિભાવ્યો હતો.