સંકલ્પ ફોર ખાદી ફાઉન્ડેશન દ્વારા અનોખુ આયોજન
Live TV
-
ગાંધીજીના વિચારો આજના આધુનિક યુગમાં કેટલા સાર્થક છે તેના પર પ્રકાશ પાડવામાં આવશે
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજ્યંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે 'સંકલ્પ ફોર ખાદી' ફાઉન્ડેશન દ્વારા, અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજે એક અનોખુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીજીના વિચારો આજના આધુનિક યુગમાં કેટલા સાર્થક છે તેના પર પ્રકાશ પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં ગરબા ઈન ખાદી, રૂટ્સ ઓફ ઇન્ડિયા, ગાંધી સ્મૃતિ ચિહ્ન એવોર્ડ્સ, "Gandhi with us & within us", અને એક અનોખી Panel Discussion વગેરે મુખ્ય આકર્ષણો સામેલ રહેશે.