ડાંગના જંગલની મોટી સંખ્યામાં મુલાકાત લે છે પ્રકૃતિપ્રેમીઓ અને વનપ્રેમીઓ
Live TV
-
ભારતમાં જૈવિક વિવિધતા ધરાવતા બે જ હોટસ્પોટ, જેમાં ડાંગના જંગલનો સમાવેશ
"ભારતમાં જૈવિક વિવિધતા ધરાવતા બે જ હોટસ્પોટ આવેલા છે, જેમાં ડાંગનાં જંગલનો સમાવેશ થાય છે. ડાંગનું જંગલ બાયોડાઈવર્સિટી માટે ખૂબ જાણીતું છે. અહીં કીટક, પક્ષીઓ, પતંગિયા ,કરોળિયા, સાપની પ્રજાતિઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. આ ઉપરાંત સહ્યાદ્રીની પર્વતમાળા તેની રમણીયતાની સાથે વાઈલ્ડ લાઈફ રસિકો માટે પણ ખૂબ જાણીતી છે. અહીંના જંગલમાં સાપ, રંગબેરંગી પતંગિયા, ભાતભાતના કરોળીયા જેવા ઇન્સેક્ટસની ભરમાર છે. ડાંગના જંગલમાં એક અંદાજ પ્રમાણે એક હજારથી પાંચ હજાર જેટલા કીટકો હોવાનું અનુમાન છે.ડાંગની જૈવિક સૃષ્ટિ ખૂબ વિશાળ છે તેથી અહીં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સહિત પ્રકૃતિપ્રેમી અને વનપ્રેમી મોટી સંખ્યામાં આવે છે.જેઓને અહીંની વનસ્પતિની સાથે સાથે પશુ-પક્ષીની જૈવિક વિવિધતા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવે છે.