અમદાવાદ: શરદપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન
Live TV
-
"માં નું તેડું" નામે રાસ-ગરબા અને હજારો દિવડાઓની ભવ્ય આરતી યોજાશે
અમદાવાદ શહેરના સોલા ઉમિયા કેમ્પસ ખાતે આગામી 13 મી ઓકટોબરે શરદપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે યોજાનાર સમારોહમાં "મા નું તેડું" નામે રાસ- ગરબા અને હજારો દિવડાઓની ભવ્ય આરતી પણ યોજાશે તેમ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંયોજક સી.કે. પટેલે જણાવ્યું હતું. શરદપૂર્ણિમા સમારોહમાં મોટી સંખ્યામાં લોકો અને મહાનુભાવો જોડાશે. અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો આ સર્વધર્મ સમભાવ મહોત્સવ બની રહેશે તેમ સી.કે. પટેલે જણાવ્યું હતું