રાજકોટ: રંગોળીનું પ્રદર્શન બે દિવસ માટે ખુલ્લુ મૂકાયું
Live TV
-
લોકો નિ:શુલ્ક રંગોળીનું પ્રદર્શન માણી શકશે
દિવાળીના તહેવારને આડે ગણતરીના દિવસો જ બાકી છે. દિવાળીના તહેવાર અંતર્ગત રંગોળી કરવાનું ખુબ જ મહત્વ હોય છે. ત્યારે રાજકોટની શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે રંગોળીનુ પ્રદર્શન આજથી બે દિવસ માટે ખુલ્લુ મુકવામા આવશે. આ દરમિયાન લોકો નિઃશુલ્ક રંગોળીનુ પ્રદર્શન માણી શકશે. અજંતા આર્ટસ નામની સંસ્થા દ્વારા કુલ 115 થી પણ વધુ રંગોળી બનાવવામા આવી છે. જે રંગોળી બનાવવામા 3 વર્ષથી લઈ 60 વર્ષની વયના લોકોએ ભાગ લીધો છે. ત્યારે રંગોળી પ્રદર્શનના આકર્ષણોની વાત કરવામા આવે તો, ભગવાન મહાદેવ, કૃષ્ણ, ગણપતિ અને બુધ્ધની અલગ અલગ લીલાઓ દર્શાવતી રંગોળી બનાવવામા આવે છે