Skip to main content
Settings Settings for Dark

વનબંધુઓના વિકાસની વાસ્તવિક વાતોની ‘પ્રતીતિ’ કરતાં આદિજાતી સમુદાયના અરજદારો

Live TV

X
  • આદિજાતી સમુદાયના અરજદારો ‘પ્રતીતિ’ પુસ્તિકાના વાંચન થકી રાજ્ય સરકાર દ્વારા વનબંધુઓના કલ્યાણ માટે અમલીત યોજનાઓ અને લાભાર્થીઓના પ્રતિભાવોથી અવગત થયા

    ગુજરાતમાં વસવાટ કરતાં વનબંધુઓ માટે રાજ્ય સરકાર દ્વારા અમલીત યોજનાઓ અને તેના લાભાર્થીઓની ગાથા વર્ણવતી પ્રતીતિ પુસ્તિકા માહિતી વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે. પાટણ ખાતે આદિજાતિ સમુદાય માટે વિશેષત યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં જિલ્લા માહિતી કચેરી, પાટણ દ્વારા અરજદારોને‘પ્રતીતિ’ પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.પાટણ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા આદિજાતિ સમુદાયના લોકો સરકારશ્રીની યોજનાઓ અને સેવાઓનો સરળતાથી લાભ લઈ શકે તે માટે પાટણની તારાબેન પ્રાથમિક કન્યા શાળા ખાતે યોજાયેલા વિશેષ સેવા સેતુ કાર્યક્રમમાં જિલ્લા માહિતી કચેરી, પાટણ દ્વારા માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત ‘ગુજરાતના વનબંધુઓની વિકાસ યાત્રા’ તથા વનબંધુઓના વિકાસની વાસ્તવિક વાતો દર્શાવતી ‘પ્રતીતિ’ પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવા સેતુ કાર્યક્રમનો લાભ લઈ રહેલા આદિજાતી સમુદાયના અરજદારો આ પુસ્તિકાના વાંચન થકી રાજ્ય સરકાર દ્વારા વનબંધુઓના કલ્યાણ માટે અમલીત યોજનાઓ અને લાભાર્થીઓના પ્રતિભાવોથી અવગત થયા હતા.રાજ્ય સરકાર દ્વારા સર્વાંગી વિકાસની નેમ સાથે સમાજના તમામ વર્ગો માટે કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેનો સમગ્ર રાજ્યમાં વસવાટ કરતા અનુસૂચિત જનજાતિ સમુદાયના લોકો બહોળા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે.માહિતી વિભાગ દ્વારા અનુસૂચિત જનજાતિના લોકો દ્વારા સરકારશ્રીની યોજનાઓનો લાભ લઈ કરેલા આર્થિક અને સર્વાંગી વિકાસની સાફલ્ય ગાથાઓ વણી લઈ વનબંધુઓના વિકાસની વાસ્તવિક વાતો- ‘પ્રતીતિ’ પુસ્તિકારૂપે પ્રકાશિત કરવામાં આવી છે. સાથે સાથે ‘ગુજરાતના વનબંધુઓની વિકાસ યાત્રા’ પ્રકીર્ણરૂપે પ્રકાશિત કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply