Skip to main content
Settings Settings for Dark

યુટ્યુબ ક્વીન : બાળ કલાકારની ભૂમિકા ભજવીને સૌના દિલ જીતનાર ટુન્ની જીફા એવોર્ડથી સન્માનિત

Live TV

X
  • માત્ર સાડા ચાર માસના ટૂંકા ગાળામાં 1.5 લાખથી વધુ યુ-ટ્યુબ સબક્રાઇબર ફ્રેન્ડ સાથે તે સૌથું મોટું ફ્રેન્ડ સર્કલ બનાવી અલભ્ય સિધ્ધી હાંસલ કરી

    ગુજરાતી ફિલ્મોમાં બાળ કલાકારની ભુમિકા અદા કરતી શ્રેયાંસી બારોટ ફેઇમ ટુન્નીએ યુ ટ્યુબ ક્વીનનો દરજ્જો મેળવ્યો છે. માત્ર સાડા ચાર માસના ટૂંકા ગાળામાં 1.5 લાખથી વધુ યુ-ટ્યુબ સબક્રાઇબર ફ્રેન્ડ સાથે તે સૌથું મોટું ફ્રેન્ડ સર્કલ બનાવી અલભ્ય સિધ્ધી હાંસલ કરી છે.મૂળ ડભોઈની વતની ટુન્નીના માત-પિતા સંદીપભાઇ અને માતા કિંજલ બારોટના અથાગ પરિશ્રમથી ટુન્ની ગુજરાતી ફિલ્મોમાં નાની મોટી બાળ કલાકારની ભુમિકા અદા કરે છે. વારસામાં મળેલી આ અદાકારીને ટુન્નીએ અગાળ ધપાવી છે. યુ ટ્યુબ ઉપર દર અઠવાડીયે સામાજીક, સાંસ્કૃતિક અને જન જાગૃક્તા જેવા લોક ઉપયોગી વિષયો ઉપર હાસ્ય રેલાવતા અને કટાક્ષ કરતાં વિડીયો બનાવી એક સારા હાસ્ય સાથે મનોરંજન પીરસ્યું છે.ટુન્નીના 50 થી વધુ વિડીયો વાયરલ થયા.. જેમાં સામાજિક સંદેશ સાથે સાથે મનોરંજન પીરસ્યું છે ટૂંકાગાળામાં એ સર્ચ થતાં હવે 1.5 લાખ સબક્રાઇબર સાથે ટુન્ની ઓળખ બની ગઇ છે. ટુન્નીએ ગુજરાતી ફિલ્મોમાં કરશનદાસ (પે એન્ડ યુઝ), રક્ષા કરજો મારા વીરની, ડેડ આઇ લવ યું , કુંટુંબ સહિત બોલીવુડની અગામી એક ફિલ્મમાં મહત્વની બાળ કલાકારની ભૂમિકા ભજવીને સૌના દિલ જીતી લીધા છે. જેને લઇ ગત 25મી ડિસેમ્બર ગુજરાતી ફિલ્મ કુંટુંબ માટેનો બેસ્ટ બાળ કલાકારનું જ્યુરી એવોર્ડ જીફા તરફથી મળ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
apply