વિશ્વ માનવતા દિવસ પર મહેસાણાના અપના ઘર આશ્રમમાં મહેકી માનવતા
Live TV
-
ઉમતા ગામે અપના ઘર આશ્રમમાં પરિવાર થી વિખુટા પડેલા મંદબુદ્ધિ, લાચાર, નિરાશ્રિત, અને બીમારીમાં સપડાયેલા માણસોને આશ્રમમાં લાવી પ્રભુજી નામે સેવા કરવામાં આવી રહી છે
રોનક પંચાલ, મહેસાણા : 19 મી ઓગસ્ટ એટલે માનવતાને મહેકવતા એવા વિશ્વ માનવતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસની શરૂઆત થઈ ત્યાર થી જગતમાં માનવતાવાદી વિચાર ધારા નો વ્યાપ વધ્યો છે સાથે જ જુદા જુદા દેશોમાં માનવતાવાદી વલણને અધિકૃત રીતે માન્યતા મળવાનું પણ શરૂ થઈ ગયું છે..માનવતાને મહેકાવી પ્રેરણા સ્ત્રોત બનેલા મહેસાણાના ઉમતા ગામે આવેલ અપના ઘર આશ્રમની કે જ્યાં માનવતાવાદી વિચારો સાથે સમાજમાં પરિવાર થી વિખુટા પડેલા મંદબુદ્ધિ, લાચાર, નિરાશ્રિત, અને બીમારીમાં સપડાયેલા માણસોને આશ્રમમાં લાવી પ્રભુજી નામે સેવા કરવામાં આવી રહી છે
ઉમતા ખાતે આવેલા આ અપના ઘર આશ્રમમાં જેનો કોઈ આશરો નથી હોતો અને પરિસ્થિતિના માર્યા જે લોકો દર દર ભટકતા હોય છે તેમને તેમનું પોતાનું પોતાનું ઘર એટલે કે અપના ઘરમાં લાવી હેર કટિંગ કરાવવું, સ્નાન કરાવવું, નવા કપડાં પહેરાવવા, સારું ભોજન જમાંડવું, અને આરોગ્ય લક્ષી સારવાર સહિત મુક્ત વાતાવરણમાં જીવન વિતાવવાની સગવડ આપવામાં આવી રહી છે
અપનાઘરમાં રહેતા તમામ પ્રભુજીમાં કેટલાક વ્યક્તિઓ સારા ભણેલા ગણેલા માણસો છે તો કેટલાક હોશિયાર માણસો પણ છે જોકે સંજોગો અવસાત આ વ્યક્તિઓના માનસ પર અણધારી બીમારી સર્જાતા તેઓ સમાજ અને પોતાના જ પરિવાર થી તરછોડાઈ ગયા હતા જોકે અપનાના ઘરમાં આવી આજે આ તમામ પ્રભુજી સ્વર્ગમાં જોય તેવી ખુશીઓની લાગણી અનુભવી રહ્યા છે તો કેટલાક વ્યક્તિઓ અપના ઘરમાં રહી સ્વસ્થ બનતા પોતાના સ્વજનો પાસે પરત ફરી આજે સામાન્ય જીવન જીવતા થયા છે..આજે વિશ્વ માનવતા દિવસ પર અપના ઘર આશ્રમની મુલાકાત કરતા નિરાધારો અને નિરાશરીતો માટે ખરા અર્થમાં આ આશ્રમ એ માનવ સેવા એજ પ્રભુ સેવાની યુક્તિને સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું રહ્યું છે