13 દિવસના વિરામ બાદ જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ ફરીથી શરૂ
Live TV
-
જામનગર જિલ્લાનું સૌથી મોટું હાપા માર્કેટિંગ યાર્ડ આખરે 13 દિવસના લાંબા વિરામ બાદ ફરીથી ધમધમતું થયું છે. જામનગર શહેરમાં કોરોના સંક્રમણ વધી જતાં હાપા માર્કેટિંગ યાર્ડના વેપારીઓ પણ સંક્રમિત થયા હતા.
આ ઉપરાંત જન્માષ્ટમી સહિતના તહેવારો હોવાથી સત્તાધીશોએ તારીખ 4 થી 16 ઓગસ્ટ સુધી હાપા માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આખરે 13 દિવસના અંતે, હાપા માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસોની આવક અને હરાજી રાબેતા મુજબ ,શરૂ થઇ ચુકી છે. યાર્ડ ફરી ધમ ધમતાં ખેડૂતો અને વેપારીઓમાં ખુશીની લાગણી પ્રવર્તી રહી હતી.