મંગળ ગ્રહ પર પાણી મળ્યાનો નાસાના વૈજ્ઞાનિકોએ કર્યો દાવો
Live TV
-
મંગળ ગ્રહ પર પાણી મળ્યાની અનેકવાર ચર્ચા થઈ છે, પરંતુ આ વખતે અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોએ પણ આ ગ્રહ પર પાણીનો સ્રોત હોવાની કબૂલાત કરી છે.
નાસાના જણાવ્યા પ્રમાણે, મંગળ ગ્રહની જમીન પર અંડરગ્રાઉન્ડ હોય તેવા ત્રણ તળાવો મળ્યા છે. એવામાં મંગળ પર જીવન હોય તેવી શક્યતા છે. નાસાના જણાવ્યા પ્રમાણે, આ ત્રણ તળાવો બરફની નીચે દટાયેલી છે, જે પીવાલાયક હોય તેવી શક્યતા વધુ છે.
2 વર્ષ પહેલા પણ મંગળ ગ્રહના દક્ષિણ ધ્રુવ પર એક ખારા પાણીનું સરોવર મળી આવ્યું હતું. આ ત્રણ તળાવો પણ તેની આસપાસ જ મળ્યા હોવાનું જણાઈ રહ્યું છે.