ઓલિમ્પિક ટેલીમાં અમેરિકા 103 મેડલ સાથ ટોચ પર, ભારત 4 બ્રોન્ઝ અને 1 સિલ્વર સાથે 64માં ક્રમે
Live TV
-
પેરિસ ઓલિમ્પિક 2024માં 103 મેડલ મેળવીને અમેરિકા પ્રથમ સ્થાને છે. જ્યારે 14મા દિવસે ભારત 4 બ્રોન્ઝ અને એક સિલ્વર સાથે 64માં ક્રમાંકે છે.
પેરિસ: પેરિસ ઓલિમ્પિક્સ મેડલ ટેબલમાં ટોચ પર તેની લીડ જાળવી રાખીને અમેરિકાએ 100 મેડલનો આંકડો પાર કર્યો છે, જ્યારે 14મા દિવસની શરૂઆત પહેલા ભારત 4 બ્રોન્ઝ અને 1 સિલ્વર સાથે 64માં સ્થાને છે. અમેરિકાએ 30 ગોલ્ડ, 38 સિલ્વર અને 35 બ્રોન્ઝ મેડલ સહિત 103 મેડલ જીત્યા છે અને તે ટેબલમાં ટોચ પર છે.
ભારત પાંચ મેડલ સાથે 64માં ક્રમે
ચીન 29 ગોલ્ડ, 25 સિલ્વર અને 19 બ્રોન્ઝ એટલે 73 મેડલ સાથે બીજા ક્રમે છે, જ્યારે ઑસ્ટ્રેલિયા 18 ગોલ્ડ, 14 સિલ્વર અને 13 બ્રોન્ઝ સહિત કુલ 45 મેડલ સાથે ત્રીજા ક્રમે છે. યજમાન ફ્રાન્સ 14 ગોલ્ડ, 19 સિલ્વર અને 21 બ્રોન્ઝ સહિત 54 મેડલ સાથે ચોથા સ્થાને છે. બ્રિટન 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 21 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 51 મેડલ સાથે પાંચમા ક્રમે છે. ભારત 5 મેડલ સાથે 64માં સ્થાને છે. દેશને ભાલા ફેંકમાં સિલ્વર મેડલ અને હોકીમાં બ્રોન્ઝ મેડલ મળ્યો. મનુ ભાકરે વુમન ઈન્ડિવિઝ્યુઅલમાં 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો, મનુ અને સરબજોત સિંહની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટ જીતી. ઉપરાંત, સ્વપ્નિલ કુસાલેએ 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ જીત્યો હતો.
ટોચના 5 દેશો
- અમેરિકા (30 ગોલ્ડ, 38 સિલ્વર અને 35 બ્રોન્ઝ); કુલ 103
- ચીન (29 ગોલ્ડ, 25 સિલ્વર અને 19 બ્રોન્ઝ); કુલ 73
- ઑસ્ટ્રેલિયા (18 ગોલ્ડ, 14 સિલ્વર અને 13 બ્રોન્ઝ); કુલ 45
- ફ્રાન્સ (14 ગોલ્ડ, 19 સિલ્વર અને 21 બ્રોન્ઝ); કુલ 54
- ગ્રેટ બ્રિટન (13 ગોલ્ડ, 17 સિલ્વર અને 21 બ્રોન્ઝ); કુલ 51
ઓલિમ્પિકમાં કયા એથ્લેટે સૌથી વધુ મેડલ જીત્યા
ચીનનો સ્વિમર ઝાંગ યુફેઈ 13માં દિવસ સુધી છ મેડલ જીતીને કુલ મેડલની સંખ્યામાં ટોચ પર છે. પેરિસ ઓલિમ્પિક પહેલા તેના બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલ સાથે, ઝાંગે તેના કલેક્શનમાં એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા છે. જ્યારે ફ્રાન્સના સ્વિમર લિયોન માર્ચન્ડ 4 ગોલ્ડ અને એક બ્રોન્ઝ સાથે અત્યાર સુધી 5 મેડલ પોતાના નામે કર્યા છે. ત્રીજા સ્થાને અમેરિકાનો સ્વિમર ટોરી હુસ્કે છે જેણે 3 ગોલ્ડ અને બે સિલ્વર મેડલ સાથે કુલ પાંચ મેડલ મેળવ્યા છે.