Skip to main content
Settings Settings for Dark

Paris Olympics: નીરજ ચોપરાએ જીત્યો સિલ્વર મેડલ, ભાલા ફેંકમાં 89.45 મીટરનો થ્રો ફેંક્યો

Live TV

X
  • Paris Olympics: ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરા ભાલા ફેંકની ફાઇનલમાં સતત બીજો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવાથી ચૂકી ગયો. નીરજ ચોપરાને સિલ્વર મેડલ મળ્યો હતો. તેણે તેના બીજા પ્રયાસમાં બેસ્ટ થ્રો ફેંક્યો અને આ રીતે તે બીજા સ્થાને રહ્યો. આ સિલ્વર મેડલ સાથે નીરજ ચોપરા ટ્રેક એન્ડ ફિલ્ડમાં બે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બની ગયો છે. બીજી તરફ, પાકિસ્તાનના ભાલા ફેંકનાર અરશદ નદીમે ઓલિમ્પિક રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. નદીમે 92.97 મીટરના થ્રો સાથે પાકિસ્તાન માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. નદીમે 90 મીટરનું અંતર બે વખત પાર કર્યું હતું. અરશદ નદીમ પાકિસ્તાનનો પહેલો ટ્રેક એન્ડ ફિલ્ડ એથલીટ બન્યો છે જેણે ઓલિમ્પિકમાં મેડલ જીતવાની મહાન સિદ્ધિ હાંસલ કરી છે. આ પહેલા પાકિસ્તાનને બોક્સિંગમાં બ્રોન્ઝના રૂપમાં એકમાત્ર વ્યક્તિગત મેડલ મળ્યો હતો.

    ભારતને પ્રથમ સિલ્વર મળ્યો 

    140 કરોડ ભારતીયોને પેરિસ ઓલિમ્પિકમાં નીરજ પાસેથી સતત બીજા ગોલ્ડની અપેક્ષા હતી પરંતુ આ વખતે તેને માત્ર સિલ્વરથી જ સંતોષ માનવો પડ્યો હતો. 90 મીટરનું અંતર પાર ન કરી શકવાનો નીરજનો સિલસિલો સતત બીજી ઓલિમ્પિકમાં પણ ચાલુ રહ્યો. ત્રીજું સ્થાન ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ પાસે હતું જેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પીટર્સે ચોથા પ્રયાસમાં 88.54 મીટરનો થ્રો કર્યો હતો.

    નીરજનો 89.45 મીટરનો થ્રો સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. ટોક્યો ઓલિમ્પિક્સના સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજનો બીજો થ્રો એ તેનો એકમાત્ર માન્ય થ્રો હતો જેમાં તેણે 89.45 મીટર દૂર જેવલિન થ્રો કર્યો હતો. તેના બાકીના પાંચ પ્રયાસ ફાઉલ સાબિત થયા હતા. આ સાથે જ નદીમે પોતાનો બીજો થ્રો 92.97 મીટરના અંતરે ફેંકીને નવો ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 91.79 મીટરનો છઠ્ઠો અને છેલ્લો થ્રો ફેંક્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply