Skip to main content
Settings Settings for Dark

પેરિસ ઓલિમ્પિક્સ 2024નો આજથી રંગારંગ પ્રારંભ, જાણો ભારતનું પ્રથમ દિવસનું સંપૂર્ણ શેડ્યૂલ

Live TV

X
  • પેરિસ ઓલિમ્પિક 2024ના પહેલા દિવસે ઓપનિંગ સેરેમની દરમિયાન તમામની નજર ભારતીય ખેલાડીઓ પર રહેશે. ઓપનિંગ સેરેમની ભારતમાં રાત્રે 11:00 વાગ્યે શરૂ થશે.

    ઓલિમ્પિક્સ 2024 આજથી એટલે કે 26મી જુલાઈથી શરૂ થઈ રહી છે. આ વખતે ઓલિમ્પિકનું આયોજન ફ્રાન્સની રાજધાની પેરિસમાં થઈ રહ્યું છે. જેને લઇને તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી છે. ઓલિમ્પિક્સ 2024ની શરૂઆત ઉદ્ઘાટન સમારોહ સાથે થશે. આ વખતે ઓલિમ્પિકમાં કુલ 10,500 એથ્લેટ ભાગ લઈ રહ્યા છે. આ ખેલાડીઓની નજર પોતપોતાના દેશો માટે મેડલ જીતવા પર રહેશે. ભારતની વાત કરીએ તો ભારતનાં કુલ 117 એથ્લેટ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ ખેલાડીઓમાં 72 એવા ખેલાડીઓ છે જેઓ પ્રથમ વખત ઓલિમ્પિક ગેમ્સનો ભાગ બનશે. સમગ્ર દેશની નજર આ ખેલાડીઓ પર ટકેલી છે. તેવામાં આપણે જાણીએ કે, ભારતીય સમય પ્રમાણે કાર્યક્રમનું શિડ્યુલ શું છે?

    ઓલિમ્પિકના પ્રથમ દિવસ માટે ભારતનો કાર્યક્રમ

    પેરિસ ઓલિમ્પિક 2024ના પ્રથમ દિવસની શરૂઆત ઉદઘાટન સમારોહથી થશે. આ દિવસે ભારતનો કોઈ પણ એથ્લેટ કોઈપણ રમતમાં ભાગ લેશે નહીં. ભારતીય ખેલાડીઓ તેમની પ્રથમ મેચ 27મી જુલાઈએ રમશે.તેવામાં આપણે જાણી લઇએ કે, 27 જુલાઈના રોજ કઈ રમતમાં ભારતીય એથ્લેટ્સ એક્શનમાં જોવા મળશે.

    • બપોરે 12:30 - શૂટિંગ (10M એર રાઇફલ મિક્સ્ડ ટીમ ક્વાલિફિકેશન)
    • બપોરે 12:30 - રોઇંગ (મેન્સ સ્કલ્સ હીટ્સ)
    • બપોરે 1:00  - ઘોડેસવારી
    • બપોરે 02:00 - શૂટિંગ (10M એર પિસ્તોલ મેન્સ ક્વોલિફિકેશન)
    • બપોરે 03:30 - ટેનિસ (મેન્સ ડબલ્સ ફર્સ્ટ રાઉન્ડ)
    • સાંજે 4:00 - શૂટિંગ (10M એર પિસ્તોલ વુમન્સ ક્વોલિફિકેશન)
    • સાંજે 5:30 - બેડમિન્ટન (મેન્સ સિંગલ્સ અને મેન્સ ડબલ્સ)
    • સાંજે 6:30 - ટેનિસ (મેન્સ સિંગલ પ્રિલિમિનરી રાઉન્ડ #1)
    • સાંજે 6:30 - ટેબલ ટેનિસ (મેન્સ સિંગલ્સ)
    • રાત્રે 9:00 - મેન્સ હોકી (ભારત વિ ન્યુઝીલેન્ડ)
    • રાત્રે 11:00 - બેડમિન્ટન (વુમન્સ ડબલ્સ)
    • રાત્રે 11:30  - બોક્સિંગ (વુમન્સ 54 કિગ્રા પ્રિલિમ્સ - રાઉન્ડ ઑફ 32)

    આ ખેલાડીઓ પર નજર રહેશે

    10M એર રાઈફલ મિક્સ્ડ ટીમ ક્વોલિફિકેશન ઈવેન્ટમાં બધાની નજર સંદીપ સિંહ, ઈલાવેનિલ વાલારિવાન, અર્જુન સિંહ ચીમા અને રમિતા પર રહેશે. આ મેડલ ઈવેન્ટ બનવા જઈ રહી છે. ભારતમાંથી આ ઈવેન્ટમાં કુલ બે ટીમો ભાગ લઈ રહી છે. બીજી તરફ ભારતીય ફેન્સને પણ પુરૂષ હોકી ટીમ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ભારતીય પુરુષ હોકી ટીમે ગત વખતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ વખતે ફેન્સ તેમની પાસેથી ગોલ્ડ મેડલની આશા રાખી રહ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply