Skip to main content
Settings Settings for Dark

ગપ્તિલની સદી છતાં ઓસ્ટ્રેલિયાએ મેળવ્યો ઐતિહાસિક વિજય

Live TV

X
  • ઓસ્ટ્રેલિયાએ ૨૪૫ રનનો ઐતિહાસિક રન ચેઝ કરીને ન્યૂઝીલેન્ડને ત્રિકોણીય ટી-૨૦ સિરીઝમાં પરાજય આપ્યો હતો

    ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઓકલેન્ડ ખાતે રમાયેલી ટી-૨૦ મેચ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી રસપ્રદ મેચ બની ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ૨૪૫ રનનો ઐતિહાસિક રન ચેઝ કરીને ન્યૂઝીલેન્ડને ત્રિકોણીય ટી-૨૦ સિરીઝમાં પરાજય આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ન્યૂઝી લેન્ડે ટોસ જીતીને પહેલી બેટિંગ લીધી હતી. બેટિંગમાં આવેલા ન્યૂઝીલેન્ડના ખેલાડી ર્માિટન ગપ્તિલે ઝંઝાવાતી બેટિંગ કરીને સદી ફટકારી હતી. ગપ્તિલે ૪ ચોગ્ગા અને ૯ છગ્ગાની મદદથી ૫૪ બોલમાં ૧૦૫ રન ફટકાર્યા હતા. તેને સાથ આપતા મુનરોએ પણ ૩૩ બોલમાં ૭૬ રનની તોફાની ઈનિંગ રમી હતી. બંનેએ પહેલી વિકેટ માટે ૧૩૨ રનની ભાગીદારી નોંધાવી હતી. ૨૧૨ રને પહોંચ્યા બાદ ન્યૂઝીલેન્ડે ગપ્તિલની વિકેટ ગુમાવી હતી. ત્રીજી વિકેટ બાદ આવેલા ટેલરે પણ અણનમ ૧૭ રન નોંધાવ્યા હતા. ન્યૂઝીલેન્ડે ૨૦ ઓવરમાં ૨૪૪ રન કરીને ઓસ્ટ્રેલિયા સામે જંગી સ્કોર ખડો કરી દીધો હતો. ન્યૂઝીલેન્ડે ૬ વિકેટના નુકસાન બાદ આ સ્કોર ખડક્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી રિચાર્ડસન અને એન્ડ્રુએ બે-બે વિકેટ ઝડપી હતી.ન્યૂઝીલેન્ડા જંગી સ્કોરનો પીછો કરવા ઊતરેલા ઓસ્ટ્રેલિયાએ પણ તોફાની બેટિંગ જ હાથ ધરી હતી. પહેલા બોલથી જ સુકાની વોર્નર અને તેની સાથે આવેલા શોર્ટે ઝંઝાવાત શરૂ કરી દીધો હતો. બંને માત્ર આઠ ઓવરમાં જ ૧૨૧ રન બનાવી દીધા હતા. ત્યારબાદ શોઢીએ વોર્નરને બોલ્ડ કરીને પહેલી સફળતા મેળવી હતી. ડાર્સી શોર્ટે પણ ૭૬ રન નોંધાવ્યા હતા. ત્યારબાદ મેક્સવેલે પણ ૩૧ રનનું યોગદાન આપ્યું હતું. મેચના અંતિમ સમયે એરોન ફિન્ચે ૧૪ બોલમાં ૩૬ રનની યાદગારી ઈનિંગ રમી હતી. આમ ઓસ્ટ્રેલિયાએ પણ ચોગ્ગા અને છગ્ગાની આતશબાજી વચ્ચે માત્ર ૧૧૩ બોલમાં ૨૪૫ રન બનાવી દીધા હતા. ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે ન્યૂઝીલેન્ડને પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા સાત બોલ બાકી હતા ત્યારે જ વિજયી થઈ ગયું હતું. ટી-૨૦ના ઈતિહાસમાં આ સૌથી મોટો રનચેઝ વિજય હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply