Skip to main content
Settings Settings for Dark

નેપાળમાં આયોજીત 13મી એશિયન ગેમ્સના ચોથા દિવસે પણ ભારતનો દબદબો

Live TV

X
  • ભારતે બુધવારે કુલ 28 મેડલ જીત્યા હતા. જેમાં 17 ગોલ્ડ, 7 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારતીય એથ્લીટોએ ટ્રેક એન્ડ ફીલ્ડ ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા 10 મેડલ પોતાના નામે કર્યા હતા.

    નેપાળમાં આયોજીત 13મી એશિયન ગેમ્સના ચોથા દિવસે પણ ભારતનો દબદબો રહ્યો હતો. ભારતે બુધવારે કુલ 28 મેડલ જીત્યા હતા. જેમાં 17 ગોલ્ડ, 7 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારતીય એથ્લીટોએ ટ્રેક એન્ડ ફીલ્ડ ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા 10 મેડલ પોતાના નામે કર્યા હતા. જેમાં 5 ગોલ્ડ મેડલ, 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ખો-ખોમાં ભારતની મહિલા અને પુરુષ બંને ટીમોએ ગોલ્ડ મેડલ જીત્યા હતા. ટેનિસમાં ભારતે મહિલા અને પુરુષ વર્ગમાં ટાઇટલ જીત્યા હતા. ટાઇક્વાંડોમાં ભારતે 3 ગોલ્ડ સહિત કુલ 6 મેડલ જીત્યા હતા. ભારતે અત્યાર સુધી 34 ગોલ્ડ, 23 સિલ્વર અને 13 બ્રોન્ઝ સહિત કુલ 70 મેડલ પોતાના નામે કર્યા છે. ડિસ્કસ થ્રોમાં કિરપાલ સિંહે પુરુષ વર્ગમાં 57.88ના નવા રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે મહિલા વર્ગમાં નવજીત કૌરે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply