Skip to main content
Settings Settings for Dark

નેપાળ : 13મી દક્ષિણ એેશિયાઇ રમોત્સવમાં પહેલા દિવસે ભારતે શાનદાર પ્રદર્શન

Live TV

X
  • પહેલી સેમીફાઈનલમાં શ્રીલંકાને હરાવીને ભારતીય પુરુષ વોલીબોલ ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ

    નેપાળમાં ચાલી રહેલી 13મી દક્ષિણ એેશિયાઇ રમોત્સવમાં પહેલા દિવસે ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતુ. ભારતે પહેલા દિવસે પાંચ સુર્વણ, આઠ રજત અને 3 કાંસ્ય પદકથી ,સહિત કુલ 16 પદક જીતીને બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારતની પુરૂષ અને મહિલા બેડમિન્ટન ટીમોએ તેના ફાઇનલ મુકાબલામાં જીત મેળવીને સુર્વણ પદક પ્રાપ્ત કર્યો છે. જ્યારે ભારતીય પુરુષ વોલીબોલ ટીમે પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખતા ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. પહેલી સેમીફાઈનલમાં શ્રીલંકાને હરાવીને ભારતીય પુરુષ વોલીબોલ ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતે આ મેચને 27-25, 25-19, 21-25 અને 25-21થી જીતી લીધી હતી. જ્યારે બીજી સેમીફાઈનલ મેચમાં પાકિસ્તાને બાંગલાદેશને 25-15, 25-21, 26-24થી હરાવીને ફાઇનલમાં ભારત સામે ટકરાશે. જ્યારે મહિલા વર્ગમાં પણ ગત ચેમ્પિયન ભારતીય મહિલા વોલીબોલ ટીમ મંગળવારે ફાઇનલમાં યજમાન નેપાલની સાથે ખિતાબી મુકાબલા માટે રમશે. આ રમતોત્સવનું સમાપન 10 ડિસેમ્બરે થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply