Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાન સામે ભારતનો ભવ્ય વિજય

Live TV

X
  • વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતની સતત સાતમી વખત જીત

    રવિવારે ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો છે. ભારતે પાકિસ્તાનને કચડીને શાનદાર જીત મેળવી છે. ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે ભારતનો 89 રનથી વિજય થયો છે. 113 બોલમાં 140 રન ફટકારનાર રોહિત શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. ત્રણ વખત વરસાદ વિઘ્ન બન્યા બાદ ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે પાકિસ્તાનને 40 ઓવરમાં 302 રન કરવાના હતા, પરંતુ પાકિસ્તાન 212 રનમાં જ સમેટાઈ ગયુ હતું. ભારતે 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 336 રન કર્યા હતા, જ્યારે પાકિસ્તાને 40 ઓવરમાં 212 રન કર્યા હતા. મહત્વનું છે કે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારત એક પણ મેચ નથી હાર્યું, અને રવિવારે આ ઈતિહાસનું જ પુનરાવર્તન થયુ હતું.

    વિરાટ કોહલી અને કે એલ રાહુલે પણ અડધી સદી ફટકારી પાકિસ્તાન પર ભારતની ધાક કાયમી રાખી હતી. બોલરોના શાનદાર પ્રદર્શનની વાત કરીએ તો કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા અને વિજય શંકરે 2-2 વિકેટ ઝડપી હતી. વિજય શંકરે વર્લ્ડ કપમાં પ્રથમ બોલમાં વિકેટ લઈને પોતાના નામે એક રેકોર્ડ બનાવ્યો. વર્લ્ડ કપમાં પ્રથમ બોલમાં વિકેટ લેનારા વિજય શંકર  પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યા છે. 

    મહત્વનું છે કે પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કરતા ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનને હરાવવા માટે પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. ભારતની શાનદાર જીત સાથે જ ગુજરાત સહિત સમગ્ર દેશમાં જશ્નનો માહોલ સર્જાયો હતો..માન્ચેસ્ટરમાં પણ જાણે કે ભારત હોય તે રીતે ભવ્ય ઉજવણી કરાઈ હતી..ક્રિકેટ પ્રેમીઓએ ફટાકડા ફોડી ભારતીય ક્રિકેટ ટીમની જીતને વધાવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply