Skip to main content
Settings Settings for Dark

BSFના ગાંધીનગરના મુખ્યાલય ખાતે દિવ્યાંગ નેશનલ પેરા સ્પોર્ટ્સ ટેલેન્ટ હન્ટ અને ટ્રેઈનીંગ કેમ્પ યોજાયો

Live TV

X
  • BSF ગુજરાત હેડ ક્વાર્ટ્સ ગાંધીનગર ખાતે યોજાયેલા દિવ્યાંગ નેશનલ પેરા સ્પોર્ટ્સ ટેલેન્ટ હન્ટ અને ટ્રેઈનીંગ કેમ્પનો આજે સમાપન સમારોહ યોજાયો

    BSF ગુજરાત હેડ ક્વાર્ટ્સ ગાંધીનગર ખાતે યોજાયેલા દિવ્યાંગ નેશનલ પેરા સ્પોર્ટ્સ ટેલેન્ટ હન્ટ અને ટ્રેઈનીંગ કેમ્પનો આજે સમાપન સમારોહ યોજાયો. જેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી વિજેતા બનેલા ખેલાડીઓ અને કોચને BSF ગુજરાતના પૂર્વ ડીજીપી અને હાલ CID ક્રાઈમના વડા અજય તોમર દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં. દેશની સરહદોના રક્ષણકર્તા દિવ્યાંગ બનેલા સૈનિકોના જીવનમાં ઉત્સાહ વધારવા ચાર દિવસના સ્પોર્ટ્સ અને ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરાયું હતું. 10 જુનથી યોજાયેલા આ કેમ્પમાં દેશના વિવિધ ફ્રન્ટયરના દિવ્યાંગ સૈનિકો બેડમિન્ટન હન્ટર જેવી અલગ અલગ રમત રમ્યા હતાં. સરહદો પર દુશ્મનો સામે લડતા લડતાં દિવ્યાંગ બનેલા આ સૌનિકોના જીવનને ઉત્સાહિત કરવાનો આ એક પ્રયાસ હતો. અને અવારનવાર બીએસએફ દ્વારા આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાય છે. જેથી આવા સૈનિકો પોતાના જીવનમાં સશક્ત અને જાગૃત થાય તેમ અજય તોમરે જણાવ્યું હતું. સાથે જ તેમણએ કોઈ અંગ ગુમાવવાથી નિરાશ નહીં થવા અને સતત પ્રવૃતિશીલ રહેવાની સલાહ આપી હતી. સાથે જ આવા ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવાની માગ પણ રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકારને કરવામાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
apply