Skip to main content
Settings Settings for Dark

ભારતીય ત્રિપુટીએ તીરંદાજી વિશ્વ કપના, પ્રથમ તબક્કામાં દક્ષિણ કોરિયાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો

Live TV

X
  • ભારતીય પુરૂષોની રિકર્વ ટીમે શાંઘાઈમાં ચાલી રહેલા તીરંદાજી વિશ્વ કપના, પ્રથમ તબક્કામાં રવિવારે ઓલિમ્પિક ચેમ્પિયન દક્ષિણ કોરિયાને હરાવીને 14 વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ મેચમાં ધીરજ બોમ્માદેવરા, તરુણદીપ રાય અને પ્રવીણ જાધવની ત્રિપુટીએ આ ઐતિહાસિક જીત હાંસલ કરી છે.

    રિકર્વ મેન્સ ટીમ ઈવેન્ટની ફાઇનલમાં, ભારતીય ત્રણેયએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને મજબૂત દક્ષિણ કોરિયાની ત્રણેય સામે 5-1 (57-57, 57-55, 55-53)થી જીત મેળવી હતી. સાઈ મીડિયાએ સોશિયલ મીડિયા 'એક્સ' પર કહ્યું, “ભારતીય તીરંદાજીમાં મેડલની રેસ શાંઘાઈમાં ચાલુ છે! તરુણ, ધીરજ અને પ્રવીણની પુરુષોની રિકર્વ ટીમે ઓલિમ્પિક ચેમ્પિયન, દક્ષિણ કોરિયાની ટીમને 5-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.”

    સાઈ મીડિયાએ લખ્યું, "તરુણદીપ રાય, ધીરજ બોમ્મદેવરા અને પ્રવીણ જાધવની ટોચની એથ્લેટ ત્રિપુટી, ઇતિહાસનો ભાગ બની ગઈ છે. કારણ કે ભારતીય રિકર્વ ટીમે 14 વર્ષ પછી કોરિયન રિકર્વ ટીમને હરાવી હતી."

    આ ઉપરાંત ધીરજ બોમ્મદેવરા અને અંકિતા ભક્તાની જોડીએ, મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં મેક્સિકોને 6-0થી હરાવીને, બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એકંદરે, ભારતે ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં પાંચ ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
apply