Skip to main content
Settings Settings for Dark

IPLની 46મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 78 રનથી સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું

Live TV

X
  • IPLની 46મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 78 રનથી સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું

    ઈન્ડિયન પ્રીમિયર લીગની 46મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ સનરાઈઝર્સ હૈદરાબાદને 78 રનથી હરાવ્યું. આ જીત સાથે CSK પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. કેપ્ટન રૂતુરાજ ગાયકવાડને તેની શાનદાર બેટિંગ માટે મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

    ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી મેચમાં ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા કેપ્ટન રુતુરાજ ગાયકવાડ અને ડેરીલ મિશેલની અડધી સદીના આધારે 20 ઓવરમાં ત્રણ વિકેટે 212 રન બનાવ્યા હતા. તો હૈદરાબાદની બેટિંગ ઘણી નબળી રહી હતી. આવી સ્થિતિમાં આખી ટીમ 18.5 ઓવરમાં 134 રનમાં સમેટાઈ ગઈ હતી. જેમાં એડન માર્કરામે 39, હેનરિક ક્લાસને 20 અને અબ્દુલ સમદે 19 રન બનાવ્યા હતા. ચેન્નાઈ માટે, તુષાર દેશપાંડેએ મજબૂત પ્રદર્શન કર્યું અને ચાર વિકેટ લીધી જ્યારે મથિસા પથિરાના અને મુસ્તાફિઝુર રહેમાનને બે-બે વિકેટ મળી.

    આ પહેલા પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ કેપ્ટન રુતુરાજ ગાયકવાડના 98 રન અને ડેરીલ મિશેલના 52 રનની મદદથી 20 ઓવરમાં ત્રણ વિકેટે 212 રન બનાવ્યા હતા. હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે ઓપનર અજિંક્ય રહાણેને આઉટ કરીને ચેન્નાઈને પહેલો ઝટકો આપ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
apply