મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપીટલ્સને 40 રને હરાવ્યું
Live TV
-
IPL - 2019ની 34મી મેચ ફિરોઝશાઝ કોટલા મેદાનમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સે આ મેચમાં દિલ્હી કેપીટલ્સને 40 રને હરાવ્યું હતું.
IPL - 2019ની 34મી મેચ ફિરોઝશાઝ કોટલા મેદાનમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સે આ મેચમાં દિલ્હી કેપીટલ્સને 40 રને હરાવ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ નવમાંથી છ મેચ જીતીને 12 પોઈન્ટ સાથે બીજા ક્રમે પહોંચી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર મુંબઈ ટીમે 20 ઓવરમાં પાંચ વિકેટે 168 રન બનાવ્યા હતા. ક્વીન્ટન ડી કોકે 35 અને હાર્દિક પંડ્યાએ 30 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી તરફથી રબાડાએ બે વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલ અને અમિત મિશ્રાએ એક - એક વિકેટ ઝડપી હતી. IPLમાં આજે કોલકાતા અને બેંગ્લોર વચ્ચે કોલકાતામાં મેચ યોજાશે.