Skip to main content
Settings Settings for Dark

વર્લ્ડકપઃ માંચેસ્ટર પહોંચી ભારતીય ટીમ, 9 જુલાઈએ ન્યૂઝીલેન્ડ સામે થશે ટક્કર

Live TV

X
  • ન્યૂઝીલેન્ડ સામે મજબૂત ઈરાદા અને ભરપૂર આત્મવિશ્વાસ સાથે ઉતરશે ભારતીય ટીમ

    ન્યૂઝીલેન્ડ સામે કાલે રમાનાર સેમીફાઈનલ માટે ભારતીય ટીમ માંચેસ્ટર પહોંચી ચૂકી છે. ભારત વર્લ્ડકપમાં સાતમીવાર સેમીફાઈનલ મેચ રમશે. નોંધનીય છે કે ભારત બે વાર વર્લ્ડકપ ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કરી ચૂક્યું છે.

    ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમ મજબૂત ઈરાદા અને ભરપૂર આત્મવિશ્વાસ સાથે ઉતરશે. આ બન્ને ટીમો આજે પ્રેક્ટીસ કરશે. જ્યારે વર્લ્ડકપનો બીજો સેમીફાઈનલ મેચ 11 જુલાઈના રોજ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે થશે. ભારતે પોતાની આખરી લીગ મેચમાં શ્રીલંકાને 7 વિકેટથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોપનું સ્થાન મેળવ્યું છે.

    વર્લ્ડકપ 2019માં 45 મેચમાં ક્રિકેટનો રોમાંચ જોયા પછી હવે ટૂર્નામેન્ટ સેમીફાઈનલ રાઉન્ડ સુધી પહોંચી છે. ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમો અંતિમ ચારમાં સ્થાન મેળવવામાં સફળ રહી. સમગ્ર ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા અને ભારત મજબૂત દાવેદાર તરીકે સામે આવ્યા તો ઈંગ્લેન્ડની ટીમે 1992 પછી પહેલીવાર સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે.

    ભારત સાતમીવાર વર્લ્ડકપની સેમીફાઈનલ રમશે તો ઓસ્ટ્રેલિયા પાંચ વાર વર્લ્ડકપ જીતી ચૂક્યું છે. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ આજ સુધી વર્લ્ડકપનો ખિતાબ પોતાના નામે કરી શક્યું નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply