Skip to main content
Settings Settings for Dark

ફીફા મહિલા વિશ્વકપઃ ફાઈનલમાં USAએ નેધરલેન્ડને હરાવ્યું

Live TV

X
  • યુએસએની મહિલા ટીમે 2-0થી નેધરલેન્ડ્સ સામે મેળવી જીત

    ફીફા મહિલા વિશ્વ કપનો ખિતાબ અમેરિકાએ જીત્યો છે. રવિવારે નેધરલેન્ડ્સ સામે રમાયેલા આ ફાઈનલ મુકાબલામાં યુએસએની મહિલા ટીમે 2-0થી જીત મેળવી હતી.

    આ ચોથી વાર છે જ્યારે યુએસએએ આ ખિતાબને પોતાના નામે કરવાની સફળતા પ્રાપ્ત કરી છે. પહેલો હાફ ગોલ વગરનો રહ્યાં પછી રમતની 61મી મિનિટમાં યુએસએની મેગન રેપિનોએ ગોલ કરીને પોતાની ટીમને 1-0થી આગળ કરી હતી. જે પછીના 8 મિનિટ પછી ફરીથી યુએસએની ટીમે એક ઉત્તમ ગોલ કરીને શ્રેષ્ઠ રમત દાખવી હતી. આ ગોલ રોઝ લાવેલે કર્યો હતો.

    નોંધનીય છે કે આ ટૂર્નામેન્ટની શરુઆત સાત જૂનના રોજ થઈ હતી. આ વખતેનો મહિલા વર્લ્ડકપ ખાસ રહ્યો કારણકે ચાર નવા દેશ ચીલી, સ્કોટલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને જમૈકાની ટીમે ભાગ લીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply