Skip to main content
Settings Settings for Dark

વર્લ્ડકપ 2019 - આજે સેમીફાઈનલ મેચમાં ટકરાશે ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ

Live TV

X
  • વર્લ્ડ કપમાં બન્ને ટીમો વચ્ચે આઠ વખત મુકાબલો થયો છે. જેમાં 4 વખત ન્યૂઝીલેન્ડ અને 3 વખત ભારતે જીત મેળવી હતી.

    10 ટીમ વચ્ચે 40 દિવસમાં 45 મુકાબલા બાદ હવે આઈસીસી વન-ડે વર્લ્ડ કપ-2019 અંતિમ અને નિર્ણાયક તબક્કા તરફ પ્રવેશ કરી ચુક્યો છે.આજથી સેમિફાઈનલ મુકાબલો ખેલાશે જેમાં આજે માંચેસ્ટરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રોમાંચક મુકાબલો યોજાશે. જ્યારે ગુરૂવારે બીજી સેમિફાયનલમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો યોજાશે. ઉલ્લેખનીય છે કે, ભારત સાતમી વખત વન-ડે વર્લ્ડ કપની સેમિફાયનલમાં રમશે. લીગ રાઉન્ડમાં ભારતે ન્યુઝીલેન્ડ કરતાં વધુ પોઈન્ટ મેળવ્યા છે. ભારતના 15 પોઈન્ટ છે જ્યારે ન્યુઝીલેન્ડના 11 પોઈન્ટ છે. તેથી જો મેચ રદ થાય તો પણ ન્યૂઝીલેન્ડે બહાર જવું પડશે.આ વર્લ્ડ કપની વાત કરીએ તો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થયેલ અભ્યાસ મેચમાં ન્યૂઝીલેન્ડે બાજી મારી હતી. જ્યારે બન્ને ટીમો વચ્ચે થનારી લીગ મેચ વરસાદનો ભોગ બની હતી. ટોસની વાત કરીએ તો આ મેચમાં ટોસની મહત્વની ભૂમિકા રહેશે. વર્લ્ડ કપમાં અત્યાર સુધી 41 મેચોમાં 27 વખત પહેલા બેટિંગ કરનારી ટીમનો વિજય થયો છે. આપને જણાવી દઈએ કે વર્લ્ડ કપમાં કુલ 45 મેચો અત્યાર સુધી રમાઈ છે જેમાં 4 વરસાદના કારણે રદ થઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
apply