Skip to main content
Settings Settings for Dark

વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે અને ટી-20 શ્રેણી માટે થઇ ભારતીય ટીમની જાહેરાત

Live TV

X
  • વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે અને ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ વન-ડે ટીમમાં પાછા ફર્યા છે. બીજી તરફ વન-ડે ટીમમાં નબળું પ્રદર્શન છતા શિખર ધવન અને ઋષભ પંત ટીમમાં સ્થાન જાળવી રાખવા સફળ રહ્યા છે.મુંબઈના યુવા ઓલરાઉન્ડર શિવમ દુબેને ટી-20 પછી હવે વન-ડેમાં પણ તક આપવામાં આવી છે. તેણે ઘરેલું ક્રિકેટ પછી હાલમાં જ બાંગ્લાદેશ સામે ટી-20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને પ્રભાવિત કર્યા હતા.કેદાર જાધવ અને મોહમ્મદ શમીને ટીમમાં સ્થાન મળ્યું છે.ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ઇજા પછી વાપસી કરી રહ્યો છે. દીપક ચાહરને શાનદાર પ્રદર્શનનું ઇનામ મળ્યું છે. 

    ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ ટી-20 મેચ રમશે. જે મુંબઈ (6 ડિસેમ્બર), તિરુવનંતપુરમ (8 ડિસેમ્બર) અને હૈદરાબાદ (11 ડિસેમ્બર) માં રમાશે. ત્રણ વન-ડે ચેન્નાઈ(15 ડિસેમ્બર), વિશાખાપટ્ટનમ (18 ડિસેમ્બર) અને કટક (22 ડિસેમ્બર)માં રમાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply