Skip to main content
Settings Settings for Dark

IND vs BAN 2019 : પ્રથમ ડે નાઈટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમતના અંતે પ્રથમ દાવમાં ભારતે બાંગ્લાદેશ પર મેળવી 68 રનની સરસાઈ

Live TV

X
  • બાંગ્લાદેશ પ્રથમ દાવમાં 106 રને ઓલઆઉટ - ભારતના 3 વિકેટે 174

    કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ડે નાઈટ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં ભારતે બાંગ્લાદેશનો પ્રથમ દાવ 106 રનમાં સમેટી દીધો હતો. બાંગ્લાદેશે આપેલા લક્ષ્યનો પીછો કરવા મેદાન પર બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી. છેલ્લા સમાચાર મુજબ 44 ઓવરના અંતે ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવીને 144 રન કર્યા છે. તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત ખુબ ખરાબ રહી હતી.

    ભારતીય બોલરોએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં એક પછી એક બાંગ્લાદેશની વિકેટ ઝડપી હતી. મેચમાં ઈશાંત શર્માએ સૌથી વધારે પાંચ, ઉમેશ યાદવે 3 અને શમીએ 2 વિકેટ ઝડપીને બાંગ્લાદેશનો દાવ સમેટી દીધો હતો. મહત્વનું છે કે આ ઐતિહાસિક મેચને જોવા માટે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસિના પણ કોલકાતા આવી પહોંચ્યા હતા. ત્યારે પિંક બોલથી ફલડ લાઈટ્સમાં રમાનારી ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટ મેચ અંગે ભારતીય ક્રિકેટરોમાં અને ચાહકોમાં ભારે આકર્ષણ અને ઉત્સુકતા જોવા મળી હતી. બીસીસીઆઈના પ્રમુખ અને ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આ ટેસ્ટને યાદગાર બનાવવા માટે દિગ્ગજ ક્રિકેટરોને ખાસ આમંત્રણ આપ્યું હતું. ભારતની જેમ બાંગ્લાદેશ પણ તેના ટેસ્ટ ઈતિહાસમાં આ પહેલી વખત ડે-નાઈટ ટેસ્ટ રમી રહ્યું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ડે-નાઈટ ટેસ્ટ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ઈતિહાસની 12મી ડે-નાઈટ ટેસ્ટ બનશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
apply