Skip to main content
Settings Settings for Dark

સૌરાષ્ટ્રને 78 રને હરાવી વિદર્ભ રણજી ટ્રોફીમાં સતત બીજીવાર બન્યું ચેમ્પિયન

Live TV

X
 • 206 રનના લક્ષ્યની સામે સૌરાષ્ટ્રની ટીમ 127 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.

  વિદર્ભે સૌરાષ્ટ્રને ફાઇનલમાં 78 રનથી પરાજય આપીને સતત બીજાવાર રણજી ટ્રોફીનું ટાઇટલ જીતી લીધું છે. વિદર્ભે અંતિમ દિવસે જીત માટે 5 વિકેટની જરૂર હતી જ્યારે સૌરાષ્ટ્રને 148 રનની જરૂર હતી. 206 રનના લક્ષ્યનો પીછો કરતા સૌરાષ્ટ્રની ટીમ 127 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સૌરાષ્ટ્રની ટીમ અત્યાર સુધી ત્રણ વખત રણજી ટ્રોફીના ફાઇનલમાં પહોંચી છે પરંતુ ક્યારેય જીતી શકી નથી. ફાઇનલમાં 11 વિકેટ ઝડપનાર વિદર્ભના સ્પિનર આદિત્ય સર્વતેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

  વિદર્ભ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં છઠ્ઠી ટીમ છે, જેણે ટાઇટલ જાળવી રાખ્યું છે. મુંબઈ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દિલ્હીએ આ પહેલા સતત બે ટાઇટલ જીતી ચુક્યા છે. સૌરાષ્ટ્ર 2012-2013 અને 2015-16માં પણ ઉપવિજેતા રહ્યું હતું. ફાઇનલમાં વિદર્ભે પહેલી ઈનિંગમાં 312 રન બનાવ્યા હતા, જેના જવાબમાં સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ ઈનિંગમાં 307 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં વિદર્ભ 200 રન બનાવી ઓલઆઉટ થઈ જતા સૌરાષ્ટ્રને જીત માટે 206 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જેના જવાબમાં ટીમ 127 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 

   

X
 • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

  Forecast

  • 27-06-2019 Max Temp : °C Min Temp : °C
  • 28-06-2019 Max Temp : °C Min Temp : °C
  • 29-06-2019 Max Temp : °C Min Temp : °C
  • 30-06-2019 Max Temp : °C Min Temp : °C
  • 01-07-2019 Max Temp : °C Min Temp : °C
  • 02-07-2019 Max Temp : °C Min Temp : °C
apply