Skip to main content
Settings Settings for Dark

IPLમાં આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો, ગઈકાલે SRHએ CSKને 6 વિકેટે હરાવ્યું

Live TV

X
  • IPL-2024માં શુક્રવારે સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું, જ્યારે આજે જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાશે.

    IPL 2024ની 19મી મેચમાં આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાશે. જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચમાં RCB રાજસ્થાનની જીતનો સિલસિલો રોકવાનો પ્રયાસ કરશે.. રાજસ્થાને અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચ જીતી છે.. જ્યારે આરસીબીને તેની ચાર મેચમાં માત્ર એક જ જીત મળી છે.

    ચેન્નેઈ સુપર કિંગ્સને 6 વિકેટે આપી માત 

    IPLની 17મી સિઝનની 18મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) એ ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ગયા 5 એપ્રિલે રમાયેલી મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નાઈએ 20 ઓવરમાં 5 વિકેટે 165 રન બનાવ્યા હતા જેના જવાબમાં હૈદરાબાદે 4 વિકેટના નુકસાને 18.1 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.  આ મેચમાં અભિષેક શર્મા પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. તેણે હૈદરાબાદ સનરાઇઝર્સ માટે 12 બોલમાં 37 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. નોંધનીય છે કે ચેન્નાઈ સિઝનમાં સતત બીજી મેચ હારી છે. આ હાર છતાં CSK પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે યથાવત છે, જ્યારે SRH આ જીત સાથે પાંચમા નંબર પર પહોંચી ગઈ છે.

    એડન માર્કરમે અડધી સદી ફટકારી 

    ચેન્નાઇના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 21 બોલ પર 26 રન બનાવ્યા જ્યારે રચિન રવીન્દ્રએ 9 બોલ પર 12 રન બનાવીને આઉટ થઇ ગયા. ત્યારબાદ શિવમ દુબેએ 24 બોલ પર 45 રન , અજિંક્ય રહાણેએ 35 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં રવિન્દ્ર જાડેજાએ અણનમ 31 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, પેટ કમિન્સ, શાહબાઝ અહેમદ અને જયદેવ ઉનડકટને એક-એક વિકેટ મળી હતી. જેના જવાબી ઇનિંગ્સમાં હૈદરાબાદના પૂર્વ કેપ્ટન એડન માર્કરમે 36 બોલમાં 50 રન બનાવ્યા હતા જ્યારે ટ્રેવિસ હેડ 31 રન બનાવીને આઉટ થયો હતો. અભિષેક શર્માએ 12 બોલમાં 37 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ચેન્નાઈ તરફથી મોઈન અલીએ 2 વિકેટ લીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply