Skip to main content
Settings Settings for Dark

RCB vs RR ની મેચમાં RR એ સતત ચોથી જીત મેળીવ, પોઈન્ટ ટેબલ પર પ્રથમ સ્થાન મેળવ્યું

Live TV

X
  • IPL ના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકાનાર ખેલાડી વિરાટ કોહલી બન્યો છે

    IPL 2024 માં રાજસ્થાન રોયલ્સે સતત ચોજી જીત નોંધાવી છે. RCB સામે રાજસ્થાનના ખેલાડીઓએ 6 વિકેટ ગુમાવીને ખૂબ જ સરળતાથી જીત મેળવી હતી. તે ઉપરાંત આ મેચમાં ખેલાડીઓએ અનેક રેકોર્ડ બ્રેક પ્રદર્શન પણ કર્યું છે. 

    આ મેચમાં વિરાટ કોહલીએ રાજસ્થાન સામે IPL 2024 ની પ્રથમ સદી ફટકારી હતી. આ તેમની IPL ના ઈતિહાસમાં 8 મી સદી હતી. તેની સાથે IPL ના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકાનાર ખેલાડી વિરાટ કોહલી બન્યો છે. તે ઉપરાંત કોહલીએ IPL ના ઈતિહાસની સૌથી ધીમી સદી ફટકારી હતી. તો બીજી તરફ રાજસ્થાનમાં જોસ બટલરે માત્ર 58 બોલમાં પોતાની કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી હતી. 

    સતત 2 મેચ હાર્યા બાદ જીતની આશા સાથે RCB ના ખેલાડીઓ મેચની પ્રથમ ઈનિંગ્સમાં બેટિંગ કરવા જયપુરના મેદાનમાં ઉતર્યા હતા. વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે પ્રથમ વિકેટ માટે 125 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન કોહલીએ 39 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.

    કોહલીએ 19મી ઓવરમાં પોતાની સદી પૂરી કરી પરંતુ 67 બોલમાં આ માઈલસ્ટોન હાંસલ કર્યો, જે આઈપીએલમાં સૌથી ધીમી સદી છે અને આ જ કારણ હતું કે બેંગલુરુ માત્ર 3 વિકેટ ગુમાવ્યા બાદ પણ 183 રન બનાવી શક્યું હતું. વિરાટ કોહલીએ 113 રનની ઇનિંગ રમી હતી.     

    ત્યારપછી જ્યારે રાજસ્થાનની ઈનિંગ શરૂ થઈ, ત્યારે યશસ્વી જયસ્વાલ ખાતું ખોલાવ્યા વિના બીજા બોલ પર જ આઉટ થઈ ગયો હતો. પરંતુ બીજી ઈનિંગ્સમાં RCB ની ખરાબ ફિલ્ડિંગ અને બોલિંગને કારણે જોસ બટલરે રાજસ્થાનને સરળતાથી જીત અપાવી હતી. તે સાથે તેણે રાજસ્થાનને છગ્ગો ફટકારીને જીત અપાવી હતી. જો કોહલીએ શરૂઆતમાં જોસ બટલરનો કેચ છોડ્યો ના હોત તો RCB ની જીત સંભાવના હતી.  

    આખરે, બટલરે 20મી ઓવરના પ્રથમ બોલ પર સિક્સર ફટકારીને શાનદાર સદી પૂરી કરી એટલું જ નહીં, પરંતુ ટીમને સતત ચોથી જીત અપાવી અને તેને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને લઈ ગઈ છે. RCB માટે પ્લેઓફનો રસ્તો પણ મુશ્કેલ બનાવી દીધો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply