Skip to main content
Settings Settings for Dark

IPL ક્રિકેટ: રાજસ્થાન રોયલ્સ આજે જયપુરમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે

Live TV

X
  • આઈપીએલ. ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સનો સામનો જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે થશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.

     ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ગઈકાલે રાત્રે રમાયેલી રોમાંચક મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને બે રનથી હરાવ્યું હતું. 183 રનના ટાર્ગેટના જવાબમાં પંજાબ કિંગ્સ 20 ઓવરમાં છ વિકેટે 181 રન જ બનાવી શકી હતી. પંજાબ માટે શશાંક સિંહે 25 બોલમાં 46 રન બનાવ્યા હતા.

     પ્રથમ બેટિંગ કરવા આવેલી સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટના નુકસાને 182 રન બનાવ્યા હતા. હૈદરાબાદ માટે નીતિશ રેડ્ડીએ 37 બોલમાં 64 રન બનાવ્યા હતા, જ્યારે પંજાબ માટે અર્શદીપ સિંહે ચાર વિકેટ લીધી હતી. નીતીશ રેડ્ડીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply