Skip to main content
Settings Settings for Dark

IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 2 રને હરાવ્યું

Live TV

X
  • સનરાઈઝર્સ હૈદરાબાદે IPL 2024માં તેમની ત્રીજી જીત હાંસલ કરી છે. આ ટીમે મંગળવારે રમાનાર મુકાબલામાં પંજાબ કિંગ્સને 2 રનથી હરાવ્યા હતા. મોહાલીમાં રમાનાર આ મુકાબલામાં પંજાબના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. હૈદરાબાદે  પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ સાથે182 રન બનાવ્યા હતા.

    ત્યારે પંજાબે 20 ઓવરમાં 6 વિકેટ સાથે 180 રન જ બનાવ્યા હતા. સનરાઈઝર્સ તરફથી નીતીશ કુમાર રેડ્ડીએ 37 બોલમાં 64 રન બનાવ્યા, આ IPL માં તેમની પહેલી ફિફ્ટી રહી.આ જીત બાદ હૈદરાબાદની ટીમ પાંચ મેચમાં ત્રણ જીત અને બે હાર બાદ છ પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે, જ્યારે પંજાબ કિંગ્સની પાંચ મેચમાં આ ત્રીજી હાર છે અને તે ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.

    ત્યારે આજે IPLમાં જીતના રથ પર સવાર રાજસ્થાન રોયલ્સનો સામનો સાતમાં સ્થાન પર રહેલ ગુજરાત ટાઈટન્સ સાથે થશે. આ મેચ જયપુરમાં રમાશે, બંને ટીમો વચ્ચે અત્યારસુધીમાં કુલ 5 મુકાબલા થયા છે, જેમાં ગુજરાત ટાઈટન્સ 4-1 થી આગળ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply