Skip to main content
Settings Settings for Dark

IPL 2024 માં મુંબઈ ઈન્ડિયન્સની 20 રનથી હાર, પથિરાનાએ 4 વિકેટ ઝડપીને મેચ પલટી

Live TV

X
  • ચેન્નઈ સુપર કિંગ્સ એ મુંબઈ ઈન્ડિયન્સ ને 20 રને હરાવ્યું, આજે બેંગલુરુમાં સનરાઈઝર્સ હૈદરાબાદની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે ટક્કર

    IPL 2024માં રવિવારે રાત્રે રોમાંચક મેચ જોવા મળી હતી. IPL 2024માં, રવિવારે યજમાન મુંબઈ ઈન્ડિયન્સનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે થયો હતો. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીત્યો હતો. તેણે પહેલા બોલિંગ પસંદ કરી. CSKના ઓપનર અજિંક્ય રહાણે 5 રન બનાવીને આઉટ થયા હતા અને રચિન રવિન્દ્ર 21 રન બનાવીને આઉટ થયા હતા. રહાણેને કોએત્ઝી અને રચિને શ્રેયસ ગોપાલે આઉટ કર્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચેની આ મેચમાં 40 ઓવરમાં 392 રન બનાવ્યા હતા. 

    રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી હતી જ્યારે ધોનીએ સિક્સરની હેટ્રિક ફટકારી હતી. MS ધોની મેચની છેલ્લી ઓવરમાં આવ્યો હતો. તેને રમવા માટે માત્ર 4 બોલ જ મળ્યા હતા. તેણે હાર્દિક પંડ્યાના આ 4 બોલ પર સતત 3 સિક્સર સહિત 20 રન બનાવ્યા હતા. આજે બેંગલુરુમાં સનરાઈઝર્સ હૈદરાબાદની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે ટક્કર થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply