Skip to main content
Settings Settings for Dark

IPL 2024: KKR એ લખનઉ સુપર જાયન્ટ્સને 8 વિકેટે હરાવ્યું, ફિલ સોલ્ટે તોફાની ઇનિંગ્સથી KKRએ મેળવી ભવ્ય જીત

Live TV

X
  • ખનૌની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા, જવાબમાં KKRએ ઓપનર ફિલ સોલ્ટના 89 રનની અણનમ અડધી સદીની મદદથી 15.4 ઓવરમાં 2 વિકેટે 162 રન બનાવીને મેચ જીતી લીધી

    ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની 28મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થયો હતો. મેચમાં KKRએ લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટથી હરાવ્યું હતું.

    કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા. જવાબમાં KKRએ ઓપનર ફિલ સોલ્ટના 89 રનની અણનમ અડધી સદીની મદદથી 15.4 ઓવરમાં 2 વિકેટે 162 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

    161 રનના ટાર્ગેટનો પીછો કરતા KKRની શરૂઆત સારી રહી અને પ્રથમ ઓવરમાં 22 રન બનાવ્યા. જોકે બીજી જ ઓવરમાં ઓપનર સુનીલ નારાયણ 6 રન બનાવીને વહેલો આઉટ થઈ ગયો હતો. આ પછી અંગક્રિશ રઘુવંશી પણ 7 રન બનાવીને આઉટ થયો હતો. પાવરપ્લેના અંત સુધીમાં કોલકાતાએ બે વિકેટે 58 રન બનાવી લીધા હતા. આ પછી KKRની કોઈ વિકેટ પડી નથી. ટીમે સરળતાથી 15.4 ઓવરમાં એટલે કે 26 બોલ બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ઓપનર ફિલ સોલ્ટ 47 બોલમાં 14 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 89 રન બનાવીને અણનમ રહ્યો હતો અને કેપ્ટન શ્રેયસ અય્યર 38 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 38 રન બનાવીને અણનમ રહ્યો હતો.

    લખનૌ તરફથી ફાસ્ટ બોલર મોહસીન ખાને બંને વિકેટ લીધી હતી.

    મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા. ટીમ તરફથી નિકોલસ પુરને સૌથી વધુ રન બનાવ્યા હતા. પુરણે 32 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 45 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પુરન સિવાય કેપ્ટન કેએલ રાહુલે 27 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. આયુષ બદોનીએ 27 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 29 રન, ક્વિન્ટન ડી કોકે 10 રન, માર્કસ સ્ટોઇનિસે 10 રન અને દીપક હુડાએ 8 રનનું યોગદાન આપ્યું હતું.

    KKR તરફથી મિચેલ સ્ટાર્કે 3, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, આન્દ્રે રસેલ અને સુનીલ નારાયણે એક-એક વિકેટ લીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply