અમદાવાદઃ 1 વર્ષમાં ભરતી મેળા દ્વારા 37 હજારથી વધુ યુવાનોને અપાઈ રોજગારી
Live TV
-
લોકડાઉન દરમિયાન ટેલી-ઈન્ટરવ્યુ થકી 883 યુવાઓને મળી રોજગારી-આત્મનિર્ભર લોક થકી રોજગાર-ધંધા થયા ધમધમતા- કોરોના સંક્રમણને પગલે વતન ગયેલા શ્રમિકો પોતાની કર્મભૂમિ પરત ફરતા ધંધા રોજગારને મળી રહ્યો છે વેગ
અમદાવાદ રોજગાર કચેરી દ્વારા વર્ષ 2019-20 દરમિયાન યુવાનોને રોજગારી આપવા માટેનો 100 ટકા લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં આવ્યો છે. એક વર્ષમાં 41થી વધારે ઔદ્યોગિક ભરતી મેળા દ્વારા અમદાવાદની રોજગાર કચેરીએ 38 હજાર 901 યુવાનોને રોજગારી અપાવી છે. તો લોકડાઉન દરમિયાન ટેલી-ઇન્ટરવ્યુ થકી 883 યુવાનોને રોજગારી મળી છે.
અમદાવાદ રોજગાર કચેરી દ્વારા યુવાઓને વિદેશમાં અભ્યાસ અને રોજગારના અવસરોથી પણ અવગત કરાવવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લા 3 વર્ષમાં 22 વિદ્યાર્થીઓને પરદેશમાં વર્ક અને સ્ટડી વિઝા મળ્યા છે. મહત્વનું છે કે અમદાવાદ રોજગાર કચેરી દ્વારા યુવાઓને નોકરી પુરી પાડવાની સાથે સાથે તેમનું નિયમિત કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. જેથી અમદાવાદ રોજગાર કચેરી યુવાઓની ખરા અર્થમાં રાહબર બની છે.
