આજથી દેશમાં 24*7 મળશે RTGSની સુવિધા
Live TV
-
આજથી 24 કલાક શરુ થયેલ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)ની સુવિધાથી રુપિયા ટ્રાન્સફર કરવામાં સરળતા થશે. પહેલાં સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી આ સુવિદા ગ્રાહકોને મળતી હતી. આ સુવિધા દુનિયાના કેટલાક દેશોમાં જ ઉપલબ્ધ છે. જેમાં હવે ભારત પણ આ સુવિધા આપનારો દેશ બન્યો છે.

ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસએ ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે, RTGS સેવા વર્ષના બધા દિવસો 24*7 મળશે. તેમણે જણાવ્યુ કે, આ સાથે ભારતનો આરટીજીએસ ની 24 કલાક સુવિધા આપવાવાળા ગણ્યાગાંઠ્યા દેશોમાં સમાવેશ થયો છે. રિઝર્વ બેન્ક આ સુવિધા આપવાનો ઉદ્દેશ ડિઝિટલ પેમેન્ટમાં વધારો કરવાનો છે. આ પહેલાં RTGSની સેવા બીજા અને ચોથા શનિવારને છોડીને બધા કામગીરીના દિવસોમાં સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ગ્રાહકો માટે ઉપલબ્ધ હતી.