કારોબારી સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેર બજાર રેડ ઝોનમાં, ઓટો, બેન્કીંગ, ઓઇલ અને ગેસ સેક્ટરમાં જોવા મળ્યો ઘટાડો
Live TV
-
આજે ભારતીય શેર બજારમાં બજાર ખુલતાં સાથે જ તેમાં કડાકો નોંધાયો હતો. આરંભિક કામકાજ દરમિયાન મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 300 પોઇન્ટ જેટલો ઘટ્યો હતો. આજે મુખ્યત્વે ઓટો, બેન્કીંગ, ઓઇલ અને ગેસ સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો. દિવસના અંતે BSEનો સેન્સેક્સ 144 અંક ઘટી 45 હજાર 960 પર જ્યારે NSEનો નિફ્ટી 51 અંક ઘટી 13 હજાર 478 પર બંધ રહ્યો હતો. કારોબારી દરમિયાન નસ્લે ઈન્ડિયા, ITC અને બ્રિટાનિયાના શેરમાં તેજી જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સના શેરો ગગડયા હતા.
