વેક્સિનના સકારાત્મક સમાચારોની શેરબજાર પર અસર, બજારમાં તેજી
Live TV
-
SNP 500 અને ડાર્ક જોન ઈન્ડસ્ટ્રીયલ એવરેજ ઈન્ડેક્સ ઓલટાઈમ હાઈ પર પહોંચ્યો
કોરોનાની રસી સંશોધનને લઇને મળી રહેલા હકારાત્મક પરિણામ અને વેશ્વિક રીતે અર્થતંત્રનો વિકાસ થતા તેની અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. જે કારણે સેન્સેક્સ 350 પોઇન્ટ વધારા સાથે ખુલ્યો હતો અને 46 હજારની ઐતિહાસિક સપાટીની નજીક પહોંચ્યો છે.
નિફ્ટીએ પણ 250 પોઇન્ટના વધારે સાથે ખુલતા 13 હજારની સપાટીને પાર કરી હતી. આજે આઇટીસી, એશિયન પેઇન્ટસ, સન ફાર્મા, ટીસીએસ એનટીપીસી, એચડીએફસી બેંક, રિલાયન્સના શેરોમાં વધારો જોવા મળ્યો હતો. ત્યારે હાલનો ટ્રેન્ડ જતા આગામી સમયમાં હજુ પણ સેન્સેક્સ નવી ઐતિહાસિક સપાટી પર પહોંચી શકે તેમ છે. તેમ નિષ્ણાતો માની રહ્યા છે.
વિશ્વના શેરબજારની વાત કરીએ તો.પીફાઈઝર દ્વારા કોરોના વેક્સિનને લઈ આપવામાં આવેલી જાણકારી બાદ વોલ સ્ટ્રીટમાં રેકોર્ડ તેજી જોવા મળી.ફાઈઝરે કહ્યું કે, કોરોના વાયરસની સામે કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સિન 90 ટકા પ્રભાવી છે.આ જાહેરાત બાદ ડાર્ક ઝોનમાં 5 ટકાની તેજી જોવા મળી. SNP 500 અને ડાર્ક ઝોન ઈન્ડસ્ટ્રીયલ એવરેજ ઈન્ડેક્સ ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયા છે.
