આજે સપ્તાહના પહેલા દિવસે પણ શેરબજારમાં ઘટાડો યથાવત
Live TV
-
દિવસભર ઘટાડા સાથે કારોબાર કર્યા બાદ દિવસના અંતે સેન્સેક્સમાં 1,375 અંકોનો કડાકો નોંધાયો હતો. દિવસના અંતે સેન્સેક્સ 1375 અંક તૂટી 28 હજાર 440 અંકે જ્યારે નિફ્ટી પણ 388 અંક તૂટી 8 હજાર 272 પર બંધ થયો હતો
દિવસભર ઘટાડા સાથે કારોબાર કર્યા બાદ દિવસના અંતે સેન્સેક્સમાં 1,375 અંકોનો કડાકો નોંધાયો હતો. શુક્રવારે ભારતીય શેરબજારમાં ઘટાડો થયા પછી આજે સપ્તાહના પહેલા દિવસે પણ શેરબજારમાં ઘટાડો યથાવત રહ્યો હતો. કારોબારી દરમિયાન બજાજ ફાઈનાન્સના શેરમાં 8 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત એમએન્ડએમ, ટાટા સ્ટીલ, બજાજ ઓટો, ઓએનજીસી, એસડીએફસી બેંકના શેરોમાં મંદી જોવા મળી હતી. જ્યારે બીજી તરફ ટીસીએસ, ટેક મહેન્દ્રા, એચયુએલ, એક્સિસ બેંકના શેરોમાં તેજી જોવા મળી હતી. દિવસના અંતે સેન્સેક્સ 1375 અંક તૂટી 28 હજાર 440 અંકે જ્યારે નિફ્ટી પણ 388 અંક તૂટી 8 હજાર 272 પર બંધ થયો હતો
