Skip to main content
Settings Settings for Dark

આ વર્ષે એપ્રિલમાં લગભગ 12 લાખ 76 હજાર નવા લાભાર્થીઓ કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થામાં જોડાયા

Live TV

X
  • કર્મચારીઓની પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન - ઇપીએફઓ આ સાથે આ વર્ષે એપ્રિલ મહિનામાં લગભગ 12 લાખ 76 હજાર નવા લાભાર્થીઓનો ઉમેરો થયો છે. કોરોના મહામારીની બીજી લહેર હોવા છતાં, માર્ચ મહિનાની તુલનામાં 13.73% વધુ લાભાર્થીઓ જોડાયા છે. માર્ચમાં લગભગ 11 લાખ 22 હજાર લાભાર્થીઓ જોડાયા હતા.તાજેતરમાં પ્રકાશિત પ્રોવિઝનલ પેરોલ ડેટા અનુસાર માર્ચની તુલનામાં એપ્રિલ મહિનામાં, ઇપીએફઓ છોડનારા સભ્યોની સંખ્યામાં 87 હજારનો ઘટાડો થયો હતો જ્યારે 92 હજારથી વધુ લાભાર્થીઓ ફરી જોડાયા હતા.

     એપ્રિલમાં ઉમેરવામાં આવેલા બાર લાખ 76 હજાર લાભાર્થીઓમાંથી, લગભગ 6 લાખ 89 હજાર નવા સભ્યો પ્રથમ વખત ઇપીએફઓના સામાજિક સુરક્ષાના દાયરામાં આવ્યા છે. પગારપત્રકની માહિતીની રાજ્ય સરખામણી બતાવે છે કે, લાભાર્થીઓની નોંધણી કરવામાં મહારાષ્ટ્ર, હરિયાણા, ગુજરાત, તમિળનાડુ અને કર્ણાટક આગળ છે. આ રાજ્યોમાં, એપ્રિલમાં 7 લાખ 58 હજાર લાભાર્થીઓ ઇપીએફઓ સાથે જોડાયા હતા. ઉત્તર-પૂર્વી રાજ્યોએ માર્ચ મહિનાની સરખામણીમાં જોડાનારા લાભાર્થીઓની સંખ્યામાં સરેરાશ વધારો નોંધાવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply