એક્ષ્પોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્ષ -2020માં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે
Live TV
-
નીતિ આયોગ દ્વારા નક્કી કરેલ 50 જેટલા માપદંડમાં ગુજરાત ઉતર્યું ખરું. પોલિસી રિફોર્મ્સ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં અનેક સરળીકરણ સાથે દેશમાં પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે ગુજરાતે મેળવી નામના.
ગુજરાતે વધુ એક ક્ષેત્રે દેશમાં અવ્વલ નંબરનું સીમા ચિહ્ન પ્રસ્થાપિત કર્યું છે. નીતિ આયોગે આજે બહાર પાડેલા એક્ષ્પોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્ષ - ૨૦૨૦માં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. આ ઇન્ડેક્ષ રેંકીંગ ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસના આધાર પર કરવામાં આવેલું દેશનું પ્રથમ એક્ષ્પોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ રેન્કિંગ છે.
તેમાં ગુજરાતે દેશના બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી વધુ માનાંક મેળવીને ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. દેશના કુલ એક્ષપોર્ટના ૨૦ ટકા કરતા વધુ એક્ષપોર્ટ કરીને ગુજરાત ગેટ વે ટુ ધી વર્લ્ડ બન્યું છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં પોલીસી રીફોર્મ્સ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં અનેક સરળીકરણ સાથે ગુજરાત દેશમાં પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે , ઉભરી આવ્યું છે.
